ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના આંબા ગામમાં આવેલ માવલીમાતા મંદિર, દહીંગઢ ડુંગરની તળેટી પર આદિવાસી સાંસ્કૃતિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ, બોલી, સમાજની અસ્મિતાને બચાવવા ચર્ચા -વિચારણા કરવામાં આવી હતી.

જુઓ વિડીયો..

ઉલ્લેખનીય છે કે હાલમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ, બોલી, સમાજની અસ્મિતાની આવનાર પેઢીને વસ્તુનો ખ્યાલ પણ ના હોઈ, અને ખાસ કરીને ત્યાં એક જે બેનર હતું એમાં એક સંદેશ હતો કે અગાઉ આદિવાસી સમાજને ધોડિયા, કુકણા, વારલી, નાયકા અનેક જાતિઓમાં વહેંચીને કેટલાક કહેવાતા લોકોએ અલગ અલગ કરી નાખ્યા હતાં પણ હવે આદિવાસી સમાજ સંગઠિત બન્યો છે અને વિચારતો થયો છે કે આદિવાસી બધા એક છે.

આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય પ્રમુખશ્રી પ્રદીપભાઈ ગરાસિયા સાહેબ, ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશ પટેલ, ધરમપુર અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ ધરમપુર નગરપાલિકા ઉપ પ્રમુખશ્રી નરેશભાઈ, ઉત્તમ ભાઈ ગરાસિયા, વાડ રૂઢિ ગ્રામસભા અધ્યક્ષ ઉમેશભાઈ, ઉપાધ્યક્ષ મિન્ટેશ ભાઈ, અને મારા મિત્ર અને આદિવાસી સમાંજના કાર્યકર્તા એવા વિનોદભાઈ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા.