બૉલીવુડની ક્વિન ગણાતી કંગના રનૌત હવે ફરી એકવાર ચર્ચામાં આવી છે, આ વખતે તે ખરાબ રીતે ચર્ચામાં છે, કારણ કે, તેની મૉસ્ટ અવેટેડ ફિલ્મ ગણાતી ધાકડ બૉક્સ ઓફિસ પર ઉંધા માથે પછડાઇ છે. કંગનાની ‘ધાકડ’નું પરફોર્મન્સ એકદમ ખરાબ રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, લગભગ 100 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ 8 દિવસમાં માત્ર 5 કરોડ રૂપિયાની કમાણી કરી શકી.
એક અહેવાલ પ્રમાણે, ધાડક ફિલ્મ રિલીઝના 8મા દિવસે આખા દેશમાં માત્ર 20 ટિકિટો જ વેચાઈ છે, જેનાથી ‘ધાકડ’ની કમાણી માત્ર 4,420 રૂપિયા જ થઈ છે. ‘ધાકડ’ કંગનાના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ બની ગઈ છે. ધાકડની એકદમ ખરાબ શરૂઆત થતાં જ કંગનાને લોકો આડેહાથે લીધી હતી.
મહત્વનું છે કે, ફિલ્મના ફ્લૉપ શૉના કારણે હવે તેને OTT અને સેટેલાઈટ રાઈટ્સ માટે કોઈ ડીલ નથી મળી રહી. ખાસ વાત છે કે, બીજા વીકમાં ‘ધાકડ’ ભારતમાં માત્ર 25 સિનેમાઘરોમાં જ ચાલી રહી છે. પહેલા અઠવાડિયાની સરખામણીમાં તેને બીજા વીકમાં લગભગ 98.80% સિનેમાઘરોમાંથી હટાવી દેવામાં આવી છે.
#Dhaakad today collects 4 thousand by selling 20 tickets across India. Meanwhile India's No.1 female star #AliaBhatt's #GangubaiKathiawadi collected 5.01 cr nett on second Friday.
— Indian Box Office (@box_oficeIndian) May 27, 2022
દિલ્હી સૌથી મોટું શહેર છે, જ્યાં 4 સિનેમાઘરોમાં ‘ધાકડ’ ચાલી રહી છે. તેમજ મુંબઈના એકપણ થિયેટરમાં ફિલ્મ નથી ચાલી રહી, રિપોર્ટ્સ પ્રમાણે, ફિલ્મ ઓપનિંગ ડે પર જ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ ગઈ હતી. પહેલા દિવસે ફિલ્મે માત્ર 75 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મે પહેલા અઠવાડિયા એટલે કે 7 દિવસમાં માત્ર 2 કરોડનું કલેક્શન જ કર્યું હતું. રિલીઝથી લઈ અત્યાર સુધી ‘ધાકડ’ સિનેમાઘરોમાં ફ્લોપ સાબિત થઈ રહી છે. આ ફિલ્મને આખા ભારતમાં 2200 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી.
આપને જણાવી દઈએ, રજનીશ ઘાઈના ડાયરેક્શનમાં બનેલી કંગનાની આ એક્શન થ્રિલર ફિલ્મને 20 મેના રોજ થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં કંગના સિવાય અર્જુન રામપાલ, દિવ્યા દત્તા અને શાશ્વત ચેટર્જી પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં કંગના એજેન્ટ અગ્નિની ભૂમિકામાં જોવા મળી રહી છે.