કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ ૨૯ મે, ૨૦૨૨ રવિવારના રોજ ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે એક દિવસની મુલાકાતે આવશે. નડિયાદ હેલીપેડ મેદાન ખાતે યોજાનાર એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત આશરે રૂા.૨૩,૪૫૪.૦૮ લાખના ખર્ચે બનેલા ૯૨૫ પોલીસ આવાસોનું લોકાર્પણ કરશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ૧૯ જિલ્લાની ૪૮ જગ્યાએ આ આવાસો નિર્માણ પામ્યા છે. ખેડા જિલ્લામાં કુલ  રૂા.૨૩,૪૫૪.૦૮ લાખના ખર્ચે બનેલ ૯૨૫ આવાસોમાંથી ૮૮૬ રહેણાંકના આવાસો છે, જ્યારે ૨૯ બિન રહેણાંકના આવાસો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીની આ મુલાકાત માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રીશ્રીની આ મુલાકાત વખતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમની સાથે ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના દંડક શ્રી પંકજભાઇ દેસાઇ અને જિલ્લાના પદાધિકારીશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી, સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.