ધરમપુર: વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે ધરમપુરના બારોલીયા ગ્રામપંચાયત દ્વારા આયોજિત સમૂહ લગ્ન તારીખ 26 મે 2022ને ગુરુવારના રોજ આયોજન કરવામાં આવ્યું.

Decision Newsને મળેલી માહિતી મુજબ બારોલીયા ગામના સરપંચ શ્રીમતિ સુરેખાબેન, ડૉ. રમણભાઈના પત્ની ગં.સ્વ. જશોદાબેન, નિવૃત અધિકારી શ્રી રમણભાઈ ડી.જાદવ, જિલ્લા મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી, પૂર્વ સરપંચશ્રી ઉત્તમભાઈ ચૌધરી, ગણેશભાઈ બીરારી, સભ્યશ્રી લક્ષ્મણભાઈ ખિરારી શાળાના અધ્યક્ષશ્રી મુકેશભાઈ ચૌધરી બારોલીયા ગામના અગ્રણીઓ તથા ગ્રામજનોના સહકારથી બારોલીયા ગામના વર- કન્યાની સાત જોડીઓનું સમુહલગ્ન આયોજન કર્યું હતું.

બારોલીયા ગામના ઘણાં લોકો ભેગા મળીને ધામધૂમથી સમૂહલગ્નની ઉજવણી કરી હતી. બારોલીયા ગામમાં આ વર્ષથી જ સમૂહ લગ્નની શરૂઆત કરવામાં આવી છે આવતા વર્ષે પણ ગામ લોકોના સહકારથી સમૂહલગ્નનું આયોજન કરવાનું વિચારણા કરાઈ છે.