સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા અને હાલમાં ખુબ જ ધૂમ મચાવી રહેલા વિડીયો એક દાદાનો છે જેમણે વડોદરામાં સી.આર. પાટીલની વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં બાંયો ચઢાવી મોંઘવારી મુદ્દે ગેસ સિલીન્ડરનો ભાવ એક હજાર રૂપિયા કેમ ? એવો સવાલ પૂછવાની હિંમત કરી છે આપણે જાણીએ છીએ કે હાલમાં મોંઘવારી સૌને નડી રહી છે પણ કોઈ વિરોધ કે સરકાર સામે બોલવા પણ રાજી નથી ત્યારે આ દાદાએ કમાન ઉઠાવી છે.
જુઓ વિડીયો..
એવું જાણવા મળ્યું છે કે જનસભામાં દાદા દ્વારા આ સવાલ ઉઠાવ્યો બાદ 14 સેકન્ડ માં જ દાદાના હાથ માંથી માઈક છીનવી લેવામાં આવ્યો હતો પણ લોકોએ તાળીઓના ગડગડાટથી દાદાને વધાવી લીધો હતો જે પ્રકારે દાદા પ્રશ્ન કરી રહ્યા છે એના પરથી એમ લાગે છે કે તે મોંઘવારીના આ કાળમાં કંટાળી ગયા છે. મોંઘવારીના કારણે કદાચ કંટાળી તો આપણે બધા જ ગયા છે પણ આપણે બોલતા નથી વિરોધ નથી કરતાં..! દાદા એ તો સવાલ કર્યો તો આપણે ચુપ કેમ ?

