ગણદેવી: ગત રાત્રે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા ખાતે ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે આદિવાસી સમાજના અગ્રણીઓએ PSIની મુલાકાત લઈને આદિવાસી સમાજની દીકરી સાથે થયેલ અન્યાય બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.

Decision News સાથે વાત કરતાં આદિવાસી સમાજના અગ્રણીઓ જણાવે છે કે અમે PSI ને મળીને મળીને બહાર નીકળતા હતાં ત્યારે આરોપી વિક્રમ ઉર્ફે ભલીયો વાલજીભાઇ ભરવાડ કે જે જેલમાં હોવા છતાં આદિવાસી આગેવાનોને જોઈને પોતાની મુછ પર જે તાવ આપી પોતાની ખુમારી બતાવી રહ્યો હતો અમે પણ આપણા આદિવાસી સમાજની તાકાત બતાવીને રહીશું અને આરોપીને સજા અપાવીને જ જંપીશું.

તેમણે વધુમાં જણાવ્યું કે અમે જ્યારે આદિવાસી સમાજની દીકરી ને જયારે મળવા ગયા ત્યારે એની હિંમત જોઈ લાગ્યું કે ખરેખર આદીવાસી સમાજની નારી હવે ફૂલ નઈ ચિનગારી પણ છે. આદિવાસી સમાજના અગ્રણીઓ એક જ વાત કરી કે જ્યાં પણ આદિવાસી સમાજ સાથે અન્યાય થશે ત્યાં તમામ એક જૂથ થઇને અન્યાય સામે લડત લડીશું.

આ પ્રસંગે ચિંતુંબાનો છાંયડો હોસ્પિટલ ખેરગામના સંચાલક ડૉ.નિરવ પટેલ, BTSના પંકજ પટેલ, અને અનેક આદીવાસી સમાજની હક અને અધિકાર ની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતાં.