ગણદેવી: થોડા દિવસ પહેલા જ ગણદેવી ખાતે ક્ષ્મી પાર્ક સોસાયટી, પશુદવાખાનાની પાછળ રહતી રહેતી 15 વર્ષિય આદિવાસી સગીરા રામજી મંદિર પાસે સાંજના 6 વાગ્યાના સુમારે પસાર થતી હતી ત્યારે માલધારી સમાજના યુવાને છેડતી કરી હતી.
નોંધાવેલ ફરિયાદ અનુસાર યુવાને સગીરાને શરીર ઉપર હાથ લગાવીને જબજસ્તીથી પોતે લાવેલ પીકઅપમાં બેસાડીને ભગાડી ગયો હતો. સગીરા ઘરે પરત ન ફરતા પિતાએ શોધખોળ કરી તો જણાયું કે તેમની પુત્રીને ગણદેવીના વિક્રમ નામનો યુવાન ભગાડી ગયો છે તેથી સગીરાના પિતાએ ગણદેવી પોલીસમાં ફરિયાદ આપી હતી.
પોલીસે એટ્રોસિટી અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધી વિક્રમ નામના યુવાનને હાલમાં જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે આ ઘટનાથી આદિવાસી સમાજમાં ખુબ જ આક્રોશ ફેલાયો જોવા મળે છે

