ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે 26 મી મે ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તાર દેડીયાપાડાની મુલાકાતે આવશે. ડેડીયાપાડા ખાતે આદિવાસીઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્ર (રૂરલ મોલ) નું લોકાર્પણ કરશે.
આ કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલી પૂર્વ તૈયારીઓની ગઇકાલે સાંસદ મનસુખ વસાવા સહીત સંગઠનના હોદ્દેદારો સાથે સ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરી કાર્યક્રમની રૂપરેખા, કામગીરી અને વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરી.

