વાંસદા: દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આદિવાસી લોકો પોતાના હક્કો અને અધિકારો માટે જાગૃત બન્યા છે ત્યારે આજે સાંજ 7:30 વાગ્યે ઝરી ગામ,ગૌચરણ અગાશી માતાના મંદિર પાસે પાર-તાપી-નર્મદા નદી જોડાણ અને ભારતમાલા મુંબઈ દિલ્હી હાઇવે કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું છે.
વાંસદાના ઝરી ગામના એક આદિવાસી જાગૃત વડીલ Decision News સાથે વાત કરતાં જણાવે છે કે સમાજના પ્રશ્નો અને સગળતા સવાલો એટલે કે પાર-તાપી-નર્મદા નદી જોડાણ અને ભારતમાલા મુંબઈ દિલ્હી હાઇવે કોરિડોર પ્રોજેક્ટને સમાજ એક થઇ એના નિરાકરણ માટે પ્રયાસરત બને એવા હેતુ સાથે અને પોતાના અધિકારો અને હક્કો પર સરકાર દ્વારા મરાય રહેલી તરાપ મુદ્દે આજ રોજ સાંજ 7:30 વાગ્યે ઝરી ગામ, ગૌચરણ અગાશી માતાના મંદિર પાસે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આદિવાસી સમાજના આપણા હક-અધિકાર માટેની લડતમાં ભાગીદાર બનતા અને હંમેશા આગળ પડતા રેહતા ચીખલી વાંસદાના ધારાસભ્ય અંનતભાઇ પટેલ ઉપસ્થિતિ રેહશે એમાં કહેવાય રહ્યું છે.

