પારડી: ગત રાત્રીએ પારડીના તાલુકાના અંબાચ ગામે કોરીમાં જે બ્લાસ્ટિગ કરવામાં આવે છે જેના લીધે ઘરોમાં તિરાડ પડી ગઈ હોઈ જેના વોરોધમાં અંબાચ,રાતા અને સલાવાવ ગામના આગેવાન એ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા અને ચીખલીના આદિવાસી ધારાસભ્યશ્રી અનંત પટેલ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને એમના દ્વારા જણાવવામાં આવ્યું કે ના લોક સભાના વિધાનસભા સબસે ઉપર ગ્રામ સભા બાબા સાહેબ જે મારા ભગવાન છે એમણે આપેલ બંધારણના આધારે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરવું અને ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી મનીષાબેન સાથે છે એટલે આ હક અને અધિકારની લડાઈમાં ગામની જીત નિશ્ચિત છે અને ઉમરગામ થી અંબાજી સુધી ના આદિવાસીઓ જોડાશે ની વાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગ્રામજનોએ તા. 02 મે 2022 ના દિને પારડી ખાતે બ્રિજ નીચે ભેગા થઇ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવશે. એ નક્કી કરવામાં આવ્યું. સાથે પાર તાપી રિવરલિંક યોજનાના વિરોધમાં વાંસદા ખાતે તા. 27 જુન 2022 એ મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે ત્યાં તમામને જોડાવા માટે આહવાહન કરવામાં આવ્યું. બેઠકમાં ધરમપુર થી કાકાડકુવા ગામના સામાજિક આગેવાન કિરણ પટેલ, અંકિત પટેલ, તરલ પટેલ, વિષ્ણુ પટેલ, યોગેશ પટેલ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતાં.