વલસાડ: આજરોજ કપરાડા તાલુકાના ચેપા ગામમાં આદિવાસી સંઘર્ષ મોરચાની બેઠક યોજાઈ હતી જેમાં જંગલ જમીન, સમતા જજમેટ કાનુન, પાંચવી અનુસુચિત કાયદો ભીલ પ્રદેશ એક અલગ રાજયની ચર્ચા કરવામાં આવી હતી
Decision Newsને મળેલી માહિતી મુજબ આ બેઠકમાં જંગલ જમીન સમતા જજમેટ કાનુન પાંચવી અનુસુચિત કાયદો ભીલ પ્રદેશ એક અલગ રાજયની માંગ તથા 9 જૂન 2022 શહીદ બિરસા મુંડાના સ્મૃતિ દિવસ ઉજવણી કરવા તેમજ 22 જૂન 2022ની વલસાડ જિલ્લા કલેકટર સાહેબશ્રી કચેરીએ રેલી કાઢવા માટે રેલીને સફળ બનાવવાની ચર્ચા કરવામાં આવી હતી
આ ચર્ચા આદિવાસી સંઘર્ષ મોરચા ગુજરાત સંયોજક કમલેશ એસ ગુરવે કરી હતી તેમજ કપરાડા તાલુકાની આદિવાસી સંઘર્ષ મોરચાની કમેટી બનાવવામાં આવી હતી. આ પ્રસંગે રાજુભાઈ બાળૂભાઈ વરઠા, દિપકભાઈ સોનેભાઈ શિગડાં, દલિયાભાઈ દેવરામભાઈ દોદાડ, લક્ષીભાઈ જાનેભાઈ ગરેલ, રામજીભાઈ ગુનાભાઈ ગરેલ, રમતાભાઈ દેવજીભાઈ મેઢાં, વિલાશભાઈ રમુભાઈ દાહવાડ, માહદૂભાઈ સકાભાઈ ઘાટાળ, સુમનભાઈ રાજીરામભાઈ ઘાગળ, આબીબેન રાજુભાઈ વરઠા, દિપિકાબેન દિપકભાઈ શિગડાં હાજર રહ્યા હતા.











