વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામમાં પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ બાબતે આગામી રણનીતિના ભાગરૂપે અને આગામી 27 મે 2022 ના દિવસે પાર તાપી રિવર લીંકના વિરુદ્ધમાં વાંસદા ખાતે યોજાનાર મહા રેલી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ આ બેઠકમાં મહા રૂઢિગ્રામ સભાના અઘ્યક્ષ રમેશભાઈ પટેલ,પ્રતાપ નગર રૂઢિગ્રામ સભાના અઘ્યક્ષ અને માજી સરપંચશ્રી પ્રજ્ઞેશભાઈ, દોણજા રૂઢિગ્રામ સભા અઘ્યક્ષ ડૉ. અનિલભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તા મહેશ ભાઈ, સામાજિક કાર્યકર્તા શુભાષ ભાઈ, સામાજિક કાર્યકર્તા પ્રશાંત પટેલ હાજર રહ્યા હતા.
એક તરફ સરકાર પાર તાપી રિવર લીંક યોજનાને રદ કરી દીધાનું કહી ચુકી છે ત્યારે આદિવાસી લોકોનું કહેવું છે કે આ યોજના ગુજરાત સરકાર રદ કરી જ ન શકે.. આ યોજના કેન્દ્ર સરકારની છે અને એ જ રદ કરી શકે. અમને જ્યાં સુધી આ યોજના રદ કર્યાનું શ્વેતપત્ર ન મળશે ત્યાં સુધી અમારી ઉલગુલાન ચાલુ રહે છે. એ સરકાર ધ્યાનમાં લે..

