વલસાડ: ગતરોજ પત્રકાર વેલ્ફેર એસોશિએસન વલસાડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વલસાડ જિલ્લા મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ શ્રીમતી સોનલબેન સોલંકીજેના હસ્તે શ્રી નીલમભાઇને એમની સમાજસેવાની પ્રવૃત્તિને બિરદાવી મિડિયા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે સમાજમાં જરૂરિયાતમંદ લોકો સુધી પોહચી તેમની સમસ્યા અને પ્રશ્નોના ઉકેલ માટે સતત મથતાં આવા સમાજસેવા કરતાં યુવાનોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરતા રેહવું જોઈએ અને એમની કામગીરીની કદર કરાવી જ રહી. આવા સમાજસેવકો થી આ સમાજ બેઠો થયો છે અને આવનારા સમયમાં પણ થતો રહેશે એ નક્કી જ છે.
આ એવોર્ડ સમારંભ પ્રસંગે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, સાંસદ શ્રી કે સી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, AICC ના મેમ્બર શ્રી ગૌરવભાઈ પંડ્યા, જેવા મહાનુભાવોની હાજરીમા જિલ્લા મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ શ્રીમતી સોનલબેન સોલંકીએ પણ હાજરી આપી હતી.

