વાંસદા: કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર આ સુવિધાઓ મેળવવાનો તમારો અધિકાર છે અને જો આ સુવિધાનો અભાવ હોય કે આ સુવિધાઓ કોઈ પેટ્રોલ પંપ આપવાની ના પાડે તો તમે સુવિધાના અભાવને લઈને ફરિયાદ પણ કરી શકો છો. આવો જાણીએ આ સુવિધાઓ વિષે..

મફત હવા: બધા જ પેટ્રોલ પંપ ઉપર હવા ભરવાનું મશીન લગાવામાં આવતું હોય છે. આ મશીન આપણી સુવિધાનો જ ભાગ છે પેટ્રોલ પંપ પર લગાવેલ મશીન ત્યાં આવેલ ગ્રાહકો માટે જ રાખ્યું હોય છે એટલે કે તમે ત્યાં તમારા વાહનમાં ફ્રી માં હવા ભરવી શકો છો અને આ માટે તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવો પડતો નથી.

પીવાનું પાણી: પેટ્રોલ પંપ ઉપર પીવાનું શુદ્ધ પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે. કોઈ પણ ગ્રાહક ત્યાં આવીને પાણીની માંગ કરી શકે છે અને આ માટે પેટ્રોલ પંપ કોઈ પણ ચાર્જ વસુલી શકે નહિ. આ પણ એક મફત સુવિધા જ છે.

શોચાલય: પેટ્રોલ પંપ ઉપર શોચાલયની સુવિધા રાખવી અનિવાર્ય છે. અને તે માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ પણ લેવામાં નથી આવતો. શોચાલય સાફ અને કામ કરતુ હોવું જોઈએ. અને જો આવું નાં કરવામાં આવે તો કોઈ પણ ગ્રાહક આ વિષે ફરિયાદ કરી શકે છે.

ફોન: જો તમારે ક્યાય પણ ઈમરજન્સી માં ફોન કરવો પડે તો પેટ્રોલ પંપ ઉપરથી તમે ફોનની સુવિધા લઇ શકો છો અને તે માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો નથી પડતો.

ફર્સ્ટ એડ કીટ: પેટ્રોલ પંપ ઉપર ફર્સ્ટ એડ કીટ પણ રાખવી જરૂરી છે. તેમાં સામાન્ય સર્વર મળી રહે ટે માટેની દવા અને થોડો સામાન રાખવો જરૂરી છે. કોઈ પણ આકસ્મિત સંજોગ માં કોઈ પણ વ્યક્તિને સારવાર માટેની જરૂ પડે તો તે ઉપયોગ કરી શકે છે.

ક્વોલીટી ચેક: તમને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ કે ડીઝલ ની ગુણવત્તા ચેક કરવાનો અધિકાર છે. તમને મળેલ પેટ્રોલ કે ડીઝલ બરોબર ગુણવત્તા વાળું છે કે નહિ તેનું પરીક્ષણ તમે ત્યાં કરી શકો છો તે માટેનાં જરૂરી ટેસ્ટ સાધનો તમને પેટ્રોલ પંપ ઉપર મળી રહે છે. આ સિવાય પેટ્રોલ પંપ ઉપર ફાયર સેફટી ઉપકરણ, પેટ્રોલ અને ડીઝલનાં ભાવ દર્શાવતું ડીઝીટલ સાઈન બોર્ડ વગેરે સુવિધા તમે મેળવી શકો છો.