વલસાડ: આજરોજ વલસાડ તાલુકાના ઓઝર ગામે GEB ના આઉટ સોર્સીંગની કંપની (ચામુંડા, સિરાલી, અકુંથા, ઓમ પાવર)ના કર્મચારી સાથે મિટિંગનું આયોજન વાંસદા અને ચીખલીના આદિવાસી ધારાસભ્યશ્રી અનંત પટેલ બેઠક યોજવામાં આવી હતી.
જુઓ વિડીયો..
આ બેઠકમાં કર્મચારીઓ દ્વારા પોતાની વવિધ માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી અને કર્મચારીઓનું શોષણ થતું હોઈ એ બાબતે તમામ કર્મચારી ઓ દ્વારા રજૂઆત કરવામાં આવી જેના અનુસંધાને 31 મે 2022 ના દિને પોતાની વિવિધ માંગણીઓ સાથે નવસારી જિલ્લામાં લુન્સિકુઇ પાસે ભેગા થઇ આવેદનપત્ર આપી રજૂઆત કરવાનું તમામ કર્મચારીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
લોકનેતા અનંત પટેલ દ્વારા તમામ કર્મચારીઓને એમની હક અને અધિકારની તમામ લડાઈમાં પડખે ઉભા રેહશે નું વચન આપ્યું હતું. આ પ્રસંગે ધરમપુરના અપક્ષ તાલુકા સભ્ય કલ્પેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.











