કપરાડા: ગુજરાતના પાણી પુરવઠા મંત્રીનાના જ વિસ્તાર કપરાડામાં જ પાણી માટે તિલખબિલકતા લોકોના દ્રશ્યો ચિત્રો સામે આવ્યા છે ત્યારે તાલુકાના સિલધા ગામના 4 ફળિયામાં પીવાના પાણીની ભરપૂર તંગીને લઈ લોકો ધોમ- ધખતા તાપ વચ્ચે પાણી મેળવવા માટે અહી તહી ભટકી રહ્યા છે.

મહત્વની બાબત છે કે અસ્ટોલ યોજના અંતરગત હજુ મોટી પાઇપ લાઈન ન આવતા પાણી આવી શક્યું નથી.જેના પગલે સિલધા ગામના સરપંચ એ ધરમપુર પાણી પુરવઠા ઓફિસે પહોંચી ટેન્કર વડે પાણી આપવા રજૂઆત કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સિલધા ગામના થાપલદેહી, ઉમરપાડા, નાયક.પાડા અને વાંગણ પાડા ફળિયામાં હાલે ભર ઉનાળે પાણીના બોર કૂવા સુકાઈ જતા ચાર ફળિયાની મહિલાઓ પીવાનું પાણી મેળવવા ભર તાપમાં પાણી મેળવવા ભટકી રહ્યા છે

અસ્ટોલ યોજનાની નાની લાઈન અહી નાખવામાં આવી છે, પરંતુ મોટી લાઈન હજુ આવી નથી. 586 કરોડ અસ્ટોલ યોજના છતાં પીવાની પાણીની સમસ્યા છે આ માટે જવાબદાર કોણ ? આ માટે  સિલધા ગામના સરપંચ પતિ નરેન્દ્ર ભાઇ જોગરા એ જણાવ્યું કે સીલધા ગામના 4 ફળિયામાં પીવાના પાણી સમસ્યા ગાભીર બની છે જેને લઇ ટેન્કર દ્વારા પાણી પહોંચાડવા પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી છે. 586 કરોડ અસ્ટોલ યોજના છતાં પીવાની પાણીની સમસ્યા છે આ માટે જવાબદાર કોણ ? પ્રશ્ન હજુ સળગતો છે હવે જોઈએ તંત્ર ક્યારે આ સળગતા પ્રશ્ન પર ઠંડુ કે ગરમ પાણી નાખશે.