ચીખલી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પોતાના પક્ષને વિજયી બનાવવાના પપ્રયાસમાં મંડી પડ્યા છે ત્યારે ગતરોજ AAP-BTPના સંગઠન દ્વારા કઢાયેલી “પરિવર્તન યાત્રા” ચીખલી ખાતે સાંજે ૫:૦૦ કલાકે ચીખલી ખાતે આવી પહોંચી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આપ અને બી.ટી.પી. ની સયુંકત પરિવર્તન યાત્રામાં મોટી જનસંખ્યા જોડાઇ અને લોકો દ્વારા આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું. ચીખલી ઓવરબ્રીજ થી નીકળી એકલવ્ય સર્કલ ચીખલી સુધી પગપાળા, બાઇક રેલી સ્વરૂપે લોકો જોવા મળ્યાં. ત્યાંથી દેગામ-આલીપોર ગામમાં યાત્રા ફરી દેગામ પ્રજાપતિ સમાજની વાડીમાં સમાપન કરી ભોજન લઇ છુટા પડ્યા હતા.

યાત્રામાં BTTS ગુજરાત રાજ્ય મહામંત્રી પંકજભાઇ પટેલ, BTP ચીખલી અધ્યક્ષ નિરવ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા, AAP ના સંગઠન મહામંત્રી મનોજભાઇ સોરઠીયા, રામભાઇ ધડુક સંગઠન મંત્રી, હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. આ યાત્રા “ગુજરાતમાં રાજકીય પરિવર્તન” કેવું લાવી શકશે, એ તો ચૂંટણીના પરિણામ પછી જ જાણવા મળશે.