કપરાડા: હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં થઇ રહેલા લગ્નોમાં અવનવી ઘટનાઓ બની રહી છે ત્યારે ગતરોજ કપરાડા તાલુકાના અંભેટી ગામની ઘટના કાકાએ ભત્રીજા પર હુમલો કર્યા બાદ પોતે ફાંસો ખાઈ લેતા ભારે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે

Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ કપરાડાના અંભેટી ગામે નવીનભાઈ ફુલજીભાઈ પટેલ પત્ની સુમિત્રા બેન જેમની છોકરી લગ્ન હોઈ લગ્નની જાન પહેલા સાંતકની વિધિ ચાલી રહી હતી. જ્યાં લગ્નના ગીતો ગુંજી રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. જમીનની અદાવતમાં ઘરની બાજુમાં રહેતા કાકો પરાગભાઈ મંછુભાઈ પટેલ કાળમુખો બની ભત્રીજા પર હિસંક હુમલો કર્યો હતો. પહેલા મરચાંની ભૂકી નાખી કરાડી વડે માથાંમાં ઉપરાસપરી ધા ઝીકયાં હતા. ઘાયલ નવીનભાઈને પારડીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. કાકો હુમલામાં પોતે ભાગી નજીક આવેલા આંબા ના ઝાડ ફાંસો ખાઈ લીધો હતો.

લગ્નની ખુશીના માહોલમાં બે પરિવાર વચ્ચે શોકનો માહોલ સર્જાયો હતો. ગામમાંથી આજે જાન આવવાની હતી. લગ્ન પહેલા પરિવાર અને સંબંધીઓ તેમના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા. એકનું મોત બાદ બંને પરિવાર માટે અને ખરેખર આ ઘટનાં ખૂબ જ કરુણદાયી છે. નાનાપોઢા પોલીસ ઘટના સ્થળે મૃતક ને પી.એમ.માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી પોલીસ દ્વારા આ કેસના મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.