ગુજરાત: આપણા રાજ્યમાં છેલ્લા 6 એપ્રિલથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર હતો. ઇંધણની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. પણ આજે સવારે 6:00 વાગ્યે પેટ્રોલ -ડીઝલના નવા રેટ જાહેર થયા હોવાનું ઈધણ ભરાવનારા લોકો જણાવી રહ્યા છે.
મળેલી માહિતી મુજબ દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા અને ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર જયારે મુંબઈમાં આજે એક લિટર પેટ્રોલનો ભાવ રૂ. 120.51 અને ડીઝલનો ભાવ રૂ. 104.77 છે. એક તરફ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 39 દિવસથી સ્થિર છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત 112 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહી છે. વૈશ્વિક સ્તરે તેલની સરેરાશ કિંમત 1.33 ડોલર એટલે કે 102 રૂપિયા પ્રતિ લિટરના સ્તરે છે. હાલમાં ભારતમાં પેટ્રોલની સરેરાશ કિંમત 113 રૂપિયા પ્રતિ લીટર છે.