વાંસદા: સુરગાણાના ગોવધદગડ ગામેથી લગ્ન પ્રસંગમાં હલ્દીની રીત પતાવી રગતવીર ગામના લોકો પાછા ફરી રહ્યા હતા ત્યારે વાંસદા નજીકના ગોરસોંડ અને કરજુલના ગામની વચ્ચે પીકઅપ અચાનક પલટી ખાઈ જતા તેમાં બેસેલા 27 વ્યક્તિઓ ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે હાલમાં તેઓને સારવાર માટે વાંસદામાં કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ ઘટનામાં હાલમાં તાજા જાણકારી મળ્યા અનુસાર 5 વ્યક્તિઓની હાલત ગંભીર જણાતા તેમને વલસાડ હોસ્પિટલ ખાતે રીફર કરાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીકઅપમાં એક્સલ નીકળી જતા આ ઘટના બની હતી. અચાનક બનેલી ઘટનાથી પીકઅપમાં બેસેલા તમામ લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.
અત્યારે આ આ બનાવમાં સામેલ લોકોમાંથી અમુક વ્યક્તિઓની હાલત સુધારામાં છે જયારે અમુક વ્યક્તિઓ સીરીયસ હાલતમાં હોવાનું જણાવા મળી રહ્યું છે.