ભીલાડ: વલસાડના ભીલાડ રેલવે અંડરપાસ અંદર તથા બહાર તરફ રસ્તાની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગયેલી હતી, જેમાં મોટરસાયકલ ઉપર જતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી સાથે વાહનોની અવરજવર પણ ધીમી થઈ ગયેલી હતી.

આ અંગેની રજૂઆત પી.ડબ્લ્યુ.ડી વિભાગને કરતા તેમણે ખૂબ જ ટૂંક સમયમાં લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાન ઉપર લઈને આજરોજ રસ્તાના રીપેરીંગનું કામ કરી આપતા, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રમેશભાઈ ધાંગડા તથા ઉમરગામ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષશ્રી ચિંતન રમેશભાઈ પટેલ, પી.ડબ્લ્યુ.ડી વિભાગનો અને કામગીરી કરી નાખવામાં આવ્યું છે.

આમ જો સરકારના પ્રજાના સવાલો અને સમસ્યાઓ પર તાત્કાલિક ધોરણે દુર કરવા માટે પ્રયાસરત બને છે ત્યારે  પ્રજા પોતાના ચુંટેલા પ્રતિનિધિઓનું સ્વમાન જાળવતી હોય છે. આવનારા સમયમાં પણ પ્રજાની સમસ્યાનું આ પ્રકારે ઝડપી નિરાકરણ લાવવામાં આવે એવી લોકો અપેક્ષા સેવી રહ્યા છે.