વાંસદા: બાકડા ગ્રુપ અને સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ સુરત દ્વારા કુમાર શાળા ગાંધી મેદાનની સામે વાંસદા ખાતે 15 મેના રવિવારે સવારે 9:00 વાગ્યાથી 4:00 વાગ્યા સુધી નિ: શુલ્ક ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સમારંભના પ્રમુખ સ્થાને શ્રી મંત મહારાજા સાહેબ શ્રી જયવિરેન્દ્રસિંહજી સોલંકી, સમારંભના ઉદ્ઘાટક શ્રી પી.એલ. વિઠ્ઠલાણી અને શ્રી પ્રાંત અધિકારી વાંસદા, મુખ્ય મેહમાનમાં સર્વદમન સિંહજી  રણજીતસિંહજી વાઘેલા અમદાવાદ અને અતિથિ વિશેષમાં માનનીય ધારાસભ્ય અનંતભાઈ પટેલ વાંસદા-ચીખલી, માનનીય શ્રી મામલતદાર મનસુખભાઈ એસ. વસાવા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ શિબિરમાં બ્લડ પ્રેશર, બ્લડ શુગર, ઈ.સી.જી, શારીરિક ઊંચાઈ, વજન ECHO, ડોક્ટરની સલાહ આપવામાં આવશે. આ સેવા આપનારા હૃદયરોગના નિષ્ણાંત, ઘૂંટણના પ્રત્યારોપણના નિષ્ણાંત, કેન્સરના રોગ નિષ્ણાંત, ડો રાજેશ કે. પટેલ, ડો. સર્વેન્દ્રસિંહ વગેરે હાજરી આપશે.