બીલીમોરા: ગતરોજ નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે ધોડિયા પ્રીમિયર લીગની શરુઆત કરાઈ હતી જેમાં પ્રીમિયર લીગની શરૂઆત સમાજના આગેવાન, સામાજિક કાર્યકર્તા તથા વડિલોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ પ્રીમિયર લીગમાં બીલીમોરાની આજુબાજુ ના કુલ આઠ ગામના યુવાનો સમાવેશ છે. આ શુભ પ્રસંગે અમારી શોભા વધારવા માટે અમારા મુખ્ય મેહમાન તરીકે અમારા લોકલાડીલા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી સાહેબ નરેશભાઈ પટેલ તથા વિજયભાઈ પટેલ નવનીતભાઈ, શાંતીલાલ પટેલ, પાર્વતીબેન પટેલ, અનુપમાબેન પરમાર, મલંગભાઈ કોલિયા, જી. એમ. પટેલ, ગુલાબ કાકા, નરેશભાઈ આર. પટેલ, કિરણભાઈ પટેલ, સમાજના આગેવાનો, વડીલો તથા યુવાનો ઊપસ્થિત થયા હતા.

ધોડિયા પ્રીમિયર લીગના આયોજકોનું કહેવું છે કે સેવા, સહકાર, સંગઠન, શિક્ષણ અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા અને સમાજના યુવાનો રમતગમત ક્ષેત્રમાં આગલા પાયદાન પર પોહ્ચે અને સમાજનું નામ રોશન કરે એવા શુભ આશય સાથે આ લીગનું આયોજન થયું છે.