ડાંગ: દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લા અકસ્માતોની ઘટના દરરોજ ઘટિત થઇ રહી છે ત્યારે સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા ગામ નજીક કીયા કાર ચાલકે મોટરસાયકલ સવારોને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો.
Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ શીર્ડી થી બારડોલી તરફ જઈ રહેલ કીયા કાર નંબર MH-17-BZ-2468નાં ચાલકે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા ગામ નજીક શિવારીમાળ ગામનાં યુવાનોની મોટરસાઈકલ નંબર GJ-30-B-5696 ને અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતનાં બનાવમાં મોટરસાયકલ ચાલકને પગનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેને તાત્કાલીક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે શામગહાન સી.એચ.સીમાં ખસેડી સારવાર હાથ ધરવામાં આવી હતી.