સાપુતારા: ડાંગમાં અકસ્માતોની ઘટનાઓ થમવાનું નામ નથી લઇ રહી ત્યારે આજરોજ સાપુતારાના શામગહાન ઘાટમાર્ગમાં માલસામાનનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી ગઈ હતી જેના કારણે એમાં ભરેલા માલ સામાનનાં જથ્થાને જંગી નુકસાન થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં પુના તરફથી માલસામાનનો જથ્થો ભરી રાજકોટ તરફ જઈ રહેલ ટ્રક નંબર G-J-13-A-T-4140 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં ચાલક દ્વારા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતનાં બનાવમાં ટ્રક સહિત માલ સામાનનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે નાની મોટી ઈજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.