દાનહ: આજરોજ દાનહના ખાનવેલ આદિવાસી ક્ષેત્રમાં જંગલની જમીનમાં રહેતા આદિવાસી પરિવારોના પ્લોટ ફાળવાયેલા પ્લોટની જગ્યાઓમાં વનવિભાગ દ્વારા વૃક્ષારોપણની પ્રક્રિયા હાથ ધરાતા આદિવાસી સમાજે મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલી કાઢી આ મામલે ખાનવેલ રેન્જ ફોરેસ્ટ ઓફીસ ખાતે આવેદનપત્ર આપ્યું હતું.
દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે આવેદનપત્રમાં આક્રોશ ઠાલવતી રજુઆતમાં નોંધવામાં આવ્યું છે કે તેમને વર્ષો પહેલા સરકારે જંગલની જમીનમાં વસવાટ કરી ગુજરાન ચલાવવા માટે આ પ્લોટ ફાળવેલા છે. જેમના પર તેમનો હક છે. આ મામલે 2018માં આદિવાસી સમાજે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. અને 2019માં તે અંગે ચુકાદો આવ્યા બાદ હજુ પણ આખી મેટર પેન્ડિંગ છે.
જોકે, તે બાદ તેનું ઉલ્લંઘન કરી વનવિભાગ આદિવાસીઓની હકાલપટ્ટી કરી પ્લોટ ખાલી કરાવી રહ્યા છે અને તેવા પ્લોટમાં ખાડા ખોદી વૃક્ષા રોપણની કામગીરી હાથ ધરી છે. જે કામગીરી કોર્ટના આદેશનો ભંગ કરે છે.