વાપી: આજરોજ ગુજરાત સરકાર, નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા બીલ ખાડી આર.સી.સી લાઇનિંગનું કામ પ્રમુખ હિલ એપાર્ટમેન્ટ થી નેશનલ હાઇવે નંબર ૮. સુધીના કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો હતો
Decision Newsને મળેલી માહિતી મુજબ આજરોજ વાપી તાલુકા છરવાડાથી નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા બીલ ખાડી આર.સી.સી લાઇનિંગનું કામ પ્રમુખ હિલ એપાર્ટમેન્ટ થી નેશનલ હાઇવે નંબર ૮. સુધીના કાર્યો ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ સાહેબ ધારાસભ્યશ્રી પારડી હસ્તે કામગીરી શુભારંભ થયો.
આ કાર્યક્રમમાં વલસાડ અને ડાંગના સાંસદ શ્રી ડોક્ટર કે સી પટેલ સાહેબ વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કાશ્મીરા હેમલ શાહ વાપી પાલિકા કારોબારી ચેરમેન મીતેશ ભાઈ દેસાઈ, વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી સતીષભાઇ પટેલ, વાપી ભાજપ નોટિફાઇડ પ્રમુખ શ્રીહેમંતભાઈ પટેલ, વાપી ભાજપ તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, વાપી VIA પ્રમુખ કમલેશભાઇ પટેલ, વાપી પાલિકા ઉપ પ્રમુખ અભય ભાઈ શાહ, છરવાડા ગામના સરપંચશ્રી યોગેશભાઈ પટેલ સહિત સરકારશ્રીના અધિકારીશ્રીઓ સંગઠનના આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

