ધરમપુર: આજરોજ ‘પ્રકૃતિ ઇલેક્ટ્રિક સ્કૂટર’ નામની અજેન્સી ખોલી આદિવાસી સમાજના હિતેચ્છુ દ્વારા એક નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે આ એજન્સી દ્વારા નફાનો 50 હિસ્સો આદિવાસી સમાજમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે વાપરવામાં આવશે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુરના બિરસામુંડા સર્કલ, વાવ ચોકડી પર ‘પ્રકૃતિ ઇલેક્ટ્રિક સ્કૂટર’ નામની અજેન્સી દ્વારા સમાજસેવાની કામગીરી પણ સંકળાયેલી છે ધંધા સાથે સમાજના ઉત્થાન માટે ની આ પહેલને ખરેખર બિરદાવા લાયક છે. ‘પ્રકૃતિ ઇલેક્ટ્રિક સ્કૂટર’ ઓનર એવા કેવલભાઈ માનસી તાવડીયા (GEB યુનિયન સેક્રેટરી દક્ષિણ ગુજરાત) અને આશિષભાઈ પટેલ જણાવે છે કે અમારા દ્વારા શરુ કરાયેલી ‘પ્રકૃતિ ઇલેક્ટ્રિક સ્કૂટર’ નામની એજન્સી માંથી જે પણ નફો થશે એ નફા ની 50% રકમ અમે આપણા આદિવાસી સમાજના જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરે છે એમના માટે વાપરીશું આપણા સમાજમાં શિક્ષણનો પાયો મજબૂત કરવાનો આ અમારો આ પ્રયાસ છે.
આ પ્રસંગે હાજર રહેલાં ચિંતુંબાનો છાંયડો હોસ્પિટલ ખેરગામના ડૉ. નીરવ પટેલએ જણાવ્યું કે આજે આદિવાસી સમાજમાં પણ સમાજ જાગૃતિ અને એકબીજાને મદદરૂપ થવાની જે ભાવનાને પ્રગટ થઇ ચુકી છે અને આમ દરેક ધંધા કે વ્યવસાય કરતા જાગૃત લોકો જે પોતાના નફાની કમાણીમાંથી બે પાંચ ટકા રૂપિયા સમાજના ઉત્થાન માટે વાપરશે તો આદિવાસી સમાજ ઝડપથી ઉભો થઇ જશે એમાં બે મત નથી. ‘પ્રકૃતિ ઇલેક્ટ્રિક સ્કૂટર’ એજેન્સી એટલે આદિવાસી સમાજમાં દાખલારૂપ ધંધાની પહેલ કહેવાય.
ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ જણાવે છે કે મારો આદિવાસી સમાજ હવે જાગી ગયો છે એ એકબીજાના સુખ દુઃખમાં સાથે ઉભો રહેતો થઇ ગયો છે. પોતાની પાસે જે વધુ પ્રમાણમાં છે તે જરૂરીયાતમંદ ને આપવું આ આપણા વડલાવોઓનો વારસા છે અને હાલના યુવાનોમાં પણ આ વારસાને સાચવવાની જે આજે ધગસ જોવા મળી એનાથી દિલમાં સમાજમાં જે ઉત્કૃષ્ટ કામગીરી કરવાની અમારી નેમ સફળતા તરફ જી રહી છે એવું લાગ્યું છે. હું આશિષ પટેલ અને કેવલ ભાઈ તાવીયાડને અને એમનો પરિવાર ખુબ પ્રગતિ કરે એવી માં પ્રકૃતિ ને પ્રાર્થના કરું છું.

