ચીખલી: આજે ચીખલી થી નવસારી તરફ જતા માર્ગ પર આલીપોર નજીક આલ્ફા હોટલ પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારતા આગની જ્વાળાઓ ફાટી નીકળીના દ્રશ્યો નેશનલ હાઇવે 48 પર સર્જાયા હતા જેને લઈને આફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

જુઓ વિડીયો…

બપોરના સમયમાં ચીખલી થી નવસારી તરફ જતા માર્ગ પર આલીપોર નજીક આલ્ફા હોટલ નજીક ટેન્કર પલટી મારી જતાં તેમાં આગ ભભૂકી ઉઠી હતી. ટેન્કરમાં આગ લાગતાં ધુમાડાના ગોટે ઘોટા ઉડ્યા હતા. જાણવા મળ્યું છે કે ટેન્કરમાં કેમિકલ ભરેલું હતું રાહતની વાત એ બની કે બનાવની જાણ થતા જ ફાયર ટીમ આવી પોહચી હતી અને આગને કાબુમાં લઇ લીધી હતી