સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે આ ચૂંટણીના માહોલમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા આજના સુરતમાં યોજાયેલા ‘વન ડે વન ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમમાં પેજ સમિતિના કાર્યકરોને સંબોધતા અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતાં કહ્યું છે..કે

‘ગુજરાત મહેનતું લોકોનું રાજ્ય છે. અહીંયા ધોમધખતા તાપમાં પણ મારા આદિવાસી ભાઈ બહેનો મહેનત કરી લેય છે અને પોતાની જાતે રળે છે પરંતુ કોઈના પાસે હાથ લંબાવતા નથી. ગુજરાતના લોકોને મફતનું ફાવતું નથી. મફતના નામે વોટ માંગનારો એ વ્યક્તિ ઠગ નહીં મહા ઠગ છે. પરંતુ ગુજરાતના લોકો જાણે છે કે કોણ ઠગ છે’

પાટીલે કહ્યું, કે જેવી રીતે ચોમાસું આવતા દેડકા ડ્રાઉ ડ્રાઉ કરતા આવી જાય છે એમ અમુક પાર્ટીના લોકો ચૂંટણી માટે દોડી આવે છે પરંતુ ગુજરાતમાં મફતના નામે વોટ મળવાના નથી. ગુજરાતના લોકો હાથ લંબાવે છે તો તો તે આપવા માટે લંબાવે છે લેવા માટે નહીં. ગુજરાતનો વ્યક્તિ બે ટાઈમ મહેનત કરીને ભોજન કરશે પરંતુ મફતનું લેવા હાથ નહીં લંબાવે. જે મળશે તેમાંથી પોતાનું પેટ ભરશે અને પોતાના બાળકને ખવડાવશે પરંતુ મફતનું નહીં લે. આ રાજ્યના  આદિવાસી ભાઈ બહેન હશે કે મજૂર વર્ગ હશે પરંતુ તે પણ ઈચ્છે છે કે મજૂરી કરીને કામ કરીને મહેનત કરીને ખાશે અને પોતાના પરિવારને ખવરાવશે. તે પોતાના બાળકને આળસું થવા દેવા માંગતો નથી. એટલે જ તે પોતાના બાળકોને મહેનતના સંસ્કાર આપે છે.’ સીઆર પાટીલે આ કાર્યક્રમને ભાજપના કાર્યકરો અને સામાન્ય લોકો માટે સમર્પિત જણાવ્યો હતો.