આહવા: ગતરોજ આહવાના કોટબા ગામમાં એક વ્યક્તિનું દારૂ પીવાની થયેલા મોતને અનદેખું કરી સાસુ અને દિયર દ્વારા પત્નીને તું ડાકણ છે તારા પતિને તું જ ખાઈ ગઈનું એમ જણાવી ખુબ જ માર મારવાની ઘટના સામે આવી છે હાલમાં પત્નીને સારવાર હેઠળ છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ આહવાના પિપલઘોડી ગામના જશોદાબેન ના લગ્ન આહવાના કોટબા ગામે કલ્પેશભાઈ ભોયે સાથે કરાયા હતા તેમને એક દીકરી અને એક દીકરો છે. જશોદાબેનના પતિ કલ્પેશભાઈ દારૂ પીવાની ટેવથી ઘણી વખત ઘરમાં ગાળાગાળી અને મારઝૂડ કરતા જેના કારણે જશોદાબેન કંટાળીને પોતાના પિતાના ઘરે ગયા હતા ત્યારે તેમના સાસરીયાવાળાઓએ ફોન કરી કહ્યું કે તારા પતિની તબિયત સારી નથી. જેના દસેક મિનિટ પછી ફરીથી ફોન આવ્યો કે તારા પતિનું મૃત્યુ થઈ ગયું છે. આ સાંભળી જશોદાબેન કોટબા ગામે ગઈ હતી. ત્યારે સાસુએ તેના પતિ પાસે નહિ જવા દઈ તું ડાકણ છે તારા પતિને ખાઈ ગઈ છે એમ કહી પતિના અંતિમ દર્શન પણ કરવા દીધા ન હતા. એની સાસુ મીરાબેન, દિયર અજય, સાસુનો ભાઈ અશોક આનંદ દ્વારા જશોદાબેનને ખુબ માર મારવામાં આવ્યો હતો.
આ મારના લીધે પરિણીતા બેહોશ થઈ જતા તેને 108 દ્વારા આહવાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાનું જાણવા મળેલ છે. આવી અંધશ્રધ્ધા જિલ્લામાં મોટા પાયે જોવા મળે છે ત્યારે તંત્ર દ્વારા કોઇ પગલાં લેવાતા નથી એ સમજ બહાર છે.

