લગ્નના માહોલમાં એક ખૂબ જ કરુણ દાયક ઘટના સામે આવી છે સુરતના એક ગામમાં દાંડિયારાસની રાત્રે ડીજેના તાલે નાચતા વરરાજાનું અચાનક મુત્યુ થતાં લગ્નનો માહોલમાં મંગલ ગીતોની જગ્યાએ મરશીયા ગવાયા હતા. જાણીએ ઘટના વિષે…
મીડિયા રિપોર્ટ પ્રમાણે સુરતમાં અરેઠ ગામના એક ઘરમાં લગ્નના ગીતો ગુંજી રહ્યા હતા અને સૌ કોઈ જાનૈયાઓ પણ વરરાજા સાથે ડીજેના તાલે નાચવામાં મશગુલ હતા ત્યારે જ વરરાજાના છાતીમાં દુખાવો થઇ આવતા તેને સારવાર હેઠળ ખસેડવા છતાં તેનું મૃત્યુ થઇ ગયું હતું.
આ લગ્નમાં મંગળ ગીતોની જગ્યાએ મરશીયા ગવાયા હતાં. લગ્નમાં વરરાજાને છાતિમાં દુઃખાવો થયો તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પણ ટૂંકી સારવાર દરમિયાન વરરાજાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી પરિવાર સાથે સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

