ચીખલી: જય આદિવાસી, જય સંવિધાન સૂત્ર સાથે ગઈકાલ રાત્રે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘોડવણી ગામ ,ઉતારા ફળિયા ખાતે શિક્ષિત કરો સંગઠિત કરો સંઘર્ષ કરો બામસેફ, ભારતીય મૂળ નિવાસી સંઘ, ભારતીય મૂળનિવાસી સાંસ્કૃતિક મંચ તથા ભારતીય મૂળનિવાસી મહિલા સંઘના સંયુક્તક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શિક્ષણ, બેરોજગારી, મોંઘવારી, ખાનગીકરણ, E,V,M મશીન, લાખોની સંખ્યામાં આદિવાસી વિસ્તારમાં ડેમો જેવી અનેક પ્રકારની સમસ્યાઓથી વિસ્થાપિત થવાનો સિલસિલો ચાલુ કેમ?ઔધોગિક કોરિડોર હાઇવે શુ છે.? ઉપરોક્ત વિષય પર વિશેષ ચર્ચા (1) ઉમેશભાઈ માલજીભાઈ પટેલ સરપંચશ્રી ઘોડવણી (2) ભારતીબેન મહેશભાઈ પટેલ ઘોડવણી ગ્રામ પંચાયત સભ્ય (3) દિપીકાબેન શૈલેષભાઈ પટેલ ઘોડવણી ગ્રામ પંચાયત સભ્ય (4) જયંતિભાઈ છોટુભાઈ પટેલ ઘોડવણી (5) હંસાબેન આર પટેલ રાષ્ટ્રીય કાર્યકર (6)કલ્પેશભાઈ પટેલ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સભ્ય (7) ઉમેશભાઈ પટેલ વાડ રૂઢિગ્રામ સભા અધ્યક્ષ (8) મિન્ટેશભાઈ પટેલ વાડ રૂઢિગ્રામ સભા ઉપાધ્યક્ષ (9) હિરેનભાઈ એ પટેલ પીઠા આદિવાસી સામાજિક કાર્યકર (10) આર આર પટેલ રાષ્ટ્રીય અધ્યક્ષ બામસેફ (11) ઠાકોરભાઈ જે પટેલ ગુજરાત સચિવ ગાંધીનગર (12) ચંપકભાઈ વેલવાચ વલસાડ તાલુકા પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગનું ગામના આગેવાનો રીતેશભાઈ એલ પટેલ ઘોડવણી, મહેશભાઈ પટેલ ઘોડવણી, બાબુભાઈ એમ પટેલ, જયંતિભાઈ સી પટેલ, મેરવાનભાઈ એ પટેલ, દિનેશભાઇ જી પટેલ, કાંતિભાઈ બી પટેલ આદિવાસી સમાજ એમના ભારતીય બંધારણ અને હક અધિકારની જાણકારી મળે તે માટે જન જાગૃતિ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં ભાઈઓ બહેનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

