કપરાડા: ખુશીનો પ્રસંગ માતમમાં છવાયો..કાકડકોપરમાં લગ્નમાં ડીજેના તાલે 11 વાગ્યે નાચતી વખતે એક યુવકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ સારવારમાં આ યુવક કિરણભાઈ બાપુભાઈ ચૌધરીનું આકસ્મિક મૃત્યુ થયાની દુઃખદ ઘટના સામે આવી હતી.

Decision Newsને મળતી માહિતી પ્રમાણે કાકડકોપર ગામમાં એક યુવકના મોત પરિવારજનોમાં અને સગા સ્નેહીજનો લગ્નની ખુશીમાં હતાં. તે દરમિયાન લગ્ન પ્રસંગમાં નાચતી વખતે યુવક એકાએક છાતીમાં દુઃખાવો થયો હતો. છાતીમાં દુઃખાવો થતાં યુવકને તાત્કાલિક નાનાપોઢા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.

પરંતુ દુર્ભાગ્યપૂર્ણ ચાલુ સારવારમાં જ યુવકનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કરતા બન્ને પરિવારમાં લગ્નની ખુશી માતમમાં બદલાઇ હતી…