ખેરગામ: આજરોજ ઈદની નિમિત્તે ખેરગામ તાલુકામાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્રારા હિંદુ- મુસલમાનમાં સદભાવના અને માનવતાની સાથે ભાઈચારા ઉદાહરણ આપી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમાજમાં શાંતિ પ્રસ્તાપિત કરી.
આ પ્રસંગે અઝીઝભાઈ, ફારૂકભાઈ કવોરી, આશિફભાઇ પત્રકાર, સાજીદભાઇ, અરઝરભાઈ અને એમના પરિવારો સહિતના બિરાદરો સાથે ખેરગામના યુવા આગેવાનો ડો નિરવ ભુલાભાઈ, ડો દિવ્યાંગી,મીંતેશભાઈ, ઉમેશભાઈ, પ્રો.નિરલભાઈ, કીર્તિભાઇ, કાર્તિકભાઈ, રાહુલભાઈ , ડો કૃણાલભાઈ, ભૂમિતભાઈ, હિરેનભાઈ, ડો નીરવભાઈ, શીલાબેન, નીતાબેન, આશિકાબેન, ટ્વિકંલબેન સહિતનાઓએ પરસ્પર ઈદની શુભકામના પાઠવી છે.
મુસ્લિમ આગેવાનોએ તમામની જિંદગી ફૂલોની માફક મહેકતી રહે, અને પરસ્પરના સહયોગથી ખેરગામ અને દેશની પ્રગતિમા સહભાગી થવાની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી. બિરાદરોએ સરસ મજાની ખીર ખવડાવી આગેવાનોનું ભાવભીનું સ્વાગત કર્યુ હતું.

