વલસાડ: વલસાડ જાયન્ટસ્ દ્વારા પુસ્તક પરબ કાર્યક્રમનો બીજો મણકો.. તા.01/05/2022 આ મહિનાના પ્રથમ રવિવારે જાયન્ટસ્ ગ્રૂપ ઑફ વલસાડના પ્રમુખશ્રી ડૉ. આશા ગોહિલ તથા તેમની ટીમ દ્વારા તિથલ બીચ તથા સાંઈલીલા મોલ પાસે પુસ્તક પરબની સંતોષકારક શરૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં યશ જાયન્ટસ્ અર્ચના ચૌહાણ, હંસા પટેલ, કવિતા પટેલ, વિલ્સન મેકવાન તથા નિધિ પટેલને ફાળે જાય છે. હેમંત ગોહિલ, દીપા પાનવાલા, પ્રશાંત ઉપાધ્યાય તથા હાર્દિક પટેલ દ્વારા મદદ મળી રહી. જયંતીભાઈ( RNC) તથા અજીત પારેખે બંને સ્થળની મુલાકાત લીધી. પુસ્તક પ્રેમીઓએ આ કાર્યક્રમને વધાવી લીધો હતો.
આ પ્રસંગે લેવામાં આવેલાં વાચકોના સૂચનો ખૂબ સરસ રહ્યા. પરિણામે આવા કાર્યક્રમ દર મહિનાના પ્રથમ રવિવારે સાંઈ લીલા મોલએ કાયમી સ્થળ રહેશે. સંજોગ પ્રમાણે કદાચ બીજું સ્થળ બદલાતું રહેશે.











