કપરાડા: થોડા દિવસો અગાવ પોતાની સત્તામાં મદમસ્ત બનેલા સર્કલ અધિકારી ગીરીનારામાં એક ગરીબ આદિવાસી પરિવારને ઘર વિહોણા કરી નાખવામાં આવ્યાને લઈને આદિવાસી સમાજમાં હાલમાં ખુબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજે આદિવાસી સમાજ કપરાડાના લોકોએ આજે એક કાર્યક્રમ અંતર્ગત આવેલા રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરીને રસ્તા પર કાળા વાવટા બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું

જુઓ વિડીયો..

આ મુદ્દે આદિવાસી નેતા જયેન્દ્રભાઈ Decision News સાથે વાત કરતા જણાવે છે કે આદિવાસી પરિવાર સાથે થયેલા અન્યાયને વખોડવાનું તો દૂરની વાત રહી પણ વલસાડ જિલ્લામાં બે બે રાજ્ય મંત્રીઓ હોવા છતાં તેઓએ આ પરિવારની મુલાકાત સુધ્ધા લેવાનું ઉચિત સમજ્યું નથી આની સાથે જિલ્લાના અન્ય અધિકારી પણ જાણે પેલા સર્કલ અધિકારીના સપોર્ટમાં હોય તેમ આ લુચ્ચા અધિકારી પર કોઈપણ કડક પગલાં હજુ સુધી ભર્યા નથી. પણ હવે આદિવાસી સમાજના લોકોને અબુધ સમજવાની ભૂલ નેતાઓ કે અધિકારીઓ ન કરે નહિ તો તેના પરિણામ ખરાબ ભોગવવા પડશે એ વાત યાદ રાખે.