ધરમપુર: આજરોજ શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુર ટેબલેટ મેળવવા માટે 1000 રૂપિયા ફી ભરી હતી અને 3 વર્ષ પુરા થયા હોવા છતાં વિદ્યાર્થીઓને ટેબલેટ મળ્યા નથી જેને લઈને વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
Decision News સાથે વાત કરતાં જણાવે છે કે આપણા માતા પિતા રાત દિવસ મહેનત કરીને મંજુરી કરીને ભણવા માટે પૈસા આપતા હોય છે અને કોરોનાના સમયમાં ઓનલાઈન શિક્ષણ હતુ તો વિદ્યાર્થીઓ પર સ્માટફોન ન હતા તો વિદ્યાર્થીઓ ટેબલેટ માટે ફી ભરી હોવા છતાં ટેબલેટ મળ્યા નથી તો વિદ્યાર્થીઓની માંગણી છે કે અમારી ફી પાછી આપો નહી તો અમને ટેબલેટ આપો અને વિદ્યાર્થીઓને લોલીપોપ આપવાનુ બંધ કરો.
કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના આચાર્ય, ધરમપુર તાલુકાના મામલતદારમાં તેજમ ધરમપુર તાલુકાના ધારાસભ્યશ્રી અરવિંદ પટેલને અરજી આપવામાં આવી હતી પણ અત્યાર સુધી તેનું નિવાર આવ્યું નથી. જેથી હવે વિદ્યાર્થીઓનું સંગઠન આક્રોશમાં આવી રહ્યું છે માટે અવે અધિકરીઓ છેતરવાનું બંધ કરો અને અમને અમારો હક આપો વિધાર્થીઓને લુટવાનુ બંધ કરો. આમ વિધાર્થીઓ દ્વારા 03- 05- 2022ના મંગળવારના રોજ પોતાનો હક માગવા વિધાર્થીમિત્રોને મિત્રોએ તેમજ વડીલો, ગામના આગેવાનો, તથા ભાઈઓ અને બહેનોએ ધરમપુર ખાતે ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી છે.

