ડાંગ: ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારના નવાગામના વિસ્થાપિતોને પાંચ દાયકાની લાંબી લડત બાદ આદિજાતિ વિકાસ મંત્રીને હસ્તે જમીનના હક્કપત્રો આપવામાં આવતા ગિરિમથક સાપુતારાનાં નવાગામનાં વિસ્થાપિતોની પરિવારોની ખુશી અને આનંદ જોવા મળી રહ્યો છે.

ડાંગ જિલ્લાનાં પ્રભારી મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે હંમેશા એક છુપા ભય વચ્ચે તેમના પરિવારજનોની સાથે રહેતા વિસ્થાપિતોને આ સરકારે ખૂબ જ હકારાત્મક્તા સાથે સોનાની લગડી જેવી જમીનનો પ્લોટ, માત્ર એક રૂપિયાના ટોકન દરે આપીને વિસ્થાપિતોની સમસ્યા પ્રત્યે સંવેદનશીલતા દાખવી છે. વિસ્થાપિતોનાં કલ્યાણની ભાવના સાથે હંમેશા કાર્યરત ભાજપા સરકાર ક્યારેય પણ આદિવાસીઓનુ અહિત નહીં કરે તેવો વિશ્વાસ બુલંદ કરવાની પણ તેમણે હાંકલ કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે નવી પેઢીને શિક્ષણ સાથે કારકિર્દી ક્ષેત્રે અગ્રેસર કરવાની પણ અપીલ કરી હતી.

વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલ જણાવ્યું હતું કે ડાંગ તથા ઉમરગામ જેવા સરહદી વિસ્તારને ગુજરાત રાજ્ય સાથે જોડવાની ચળવળનો ખ્યાલ આપી આ વિસ્તારોનું ગુજરાત સાથે જોડાણ થતા અહી વિકાસનો સુરજ ઉગ્યો છે