ધરમપુર: વર્તમાન સમયમાં આપણે જાણીએ છીએ કે નવીપેઢી માટે જીવનના ડગલે પગલે અંગ્રજી કેટલું મહત્વ બની રહ્યું છે ત્યારે આદિવાસી વિસ્તારના બાળકો જેમાં ખાસ કરીને જે અનાથ છે તેવા બાળકોમાં અંગ્રેજી ભાષામાં પારંગત બનાવતી ધરમપુર તાલુકાના જાગીરી ગામમાં ચાલતી હેમ ઈંગલિસ મીડીયમ સ્કુલ અને આશ્રમશાળા પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.
Decision News પ્રાપ્ત માહિતી પ્રમાણે હેમ ઈંગલિસ મીડીયમ સ્કુલ અને આશ્રમશાળા જાગીરી ધરમપુરમાં અનાથ આદિવાસી અને ગરીબ બાળકો માટે ઈંગલિસ મીડીયમ શિક્ષણ મફત આપવામાં આવતું હોય છે જેને લઈને હાલમાં સ્કુલમાં પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. તો પ્રવેશ મેળવવા માટે સૌ ગરીબ આદિવાસી વાલીઓ અને પાલક માતા-પિતા જે બાળક અનાથ છે એમને અપીલ કરવામાં આવે છે કે ઈંગલિસ મીડીયમમાં મફત શિક્ષણનો લાભ લેવા પ્રવેશ મેળવે.
હેમ ઈંગલિસ મીડીયમ સ્કુલ અને આશ્રમશાળા જાગીરી ધરમપુરના સંસ્થાપક બબલભાઈનું કહે છે કે અમારો એક જ ધ્યેય છે કે આદિવાસી વિસ્તારોના ગરીબ અને અનાથ બાળકોમાં અંગ્રેજી શિક્ષણની જ્યોત પ્રગટાવીએ જેથી એ બાળકો જીવનના દરેક ક્ષેત્રમાં ખુબ જ સફળ બને અને પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે અને સમાજના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે એવો છે.

