ચીખલી: આપણા ત્યાં ડોકટરોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે આ જ સ્વરૂપને સાર્થક કરતાં હોય એમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સરકારી ડોકટરોની ટીમે બે માતાઓને યોગ્ય સમયે યોગ્ય સારવાર પૂરી પાડી બંનેનો જીવ બચાવી લીધો છે ત્યારે સમગ્ર પંથકમાં ડોક્ટરો નાને તેમની આરોગ્યની ટીમની વાહવાહી થઇ રહી છે.

Decision News સાથે વાત કરતાં માંડવખડકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર ચંદ્રકાંત પટેલ જણાવે છે કે  પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન હેઠળ નવસારી જિલ્લામાં માનવીય કલેકટર સાહેબ શ્રી અમિત પ્રકાશ યાદવ સાહેબ, માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર મેડમ, આરોગ્ય વિભાગના વડા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દિલીપ ભાવસાર, માનનીય RCHO ડો. સુજીતભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ સગર્ભાની નોંધણી અને રોગની સારવાર અંતર્ગત માનનીય THO સાહેબ ડો અરુણ સોનવાણેના દેખરેખ હેઠળ ચાલતા અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડવખડકમાં સગર્ભાની વહેલી નોંધણી કરી સોનોગ્રાફી તાત્કાલિક કરવામાં આવતાં ઉર્વશીબેન પટેલ અને કાજલબેન પટેલની સોનોગ્રાફીમાં ગર્ભમાં તકલીફ જણાતા તાત્કાલિક સારવાર માટે સામુહિક કેન્દ્ર રૂમલા અને સામુહિક કેન્દ્ર ચીખલી સારવાર માટે મોકલી આપતા માતાનો જીવ બચાવેલ છે

સોનોગ્રાફીમાં ઉર્વશીબેન પટેલને એનેન્સીફેલી અને કાજલબેન પટેલને બ્લાટેડ ઓવમ- ફિટલપોલનો અભાવ જણાતો હતો જેને લઈને યોગ્ય સમયે સારવાર મળે તે ખુબ જ જરૂરી હતી અને આ બંને માતાઓને અમારી આરોગ્યની ટીમે તાત્કાલિક સારવાર આપી અમે તેમનો જીવ બચાવવામાં સફળ રહ્યા છે. આમ આ ઘટના પ્રકાશમાં આવતાં લોકો પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની અને તેની સાથે જોડાયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરો, સ્ટાફ તથા આશાઓની કામગીરીની પ્રસંશા કરી રહ્યા છે.