ખેરગામ: ખેરગામના સરસિયા ફળિયામાં પશુપાલકના ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાક થઇ જતા પરિવાર નિરાધાર બન્યા હતો એવું કહેવાય છે કે પહેરેલા કપડાં સિવાય કશું પણ ન બચ્યું હતું આ ઘડીએ સ્થાનિક અગ્રણીઓએ પરિવારોને જમવા સહિતની સુવિધા પૂરી પાડી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ખેરગામના સરસિયા ફળિયામાં આવેલા ચીમનભાઈ સોમાભાઈ પટેલ અને શૈલેષ ચીમનભાઈ પટેલના ઘરમાં ગત બપોરના અંદાજીત 2 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ઘરના ઉપરના ભાગે ભાતના પુળેટીયા ભરેલા હોય જેથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકોએ ડોલ અને અન્ય સાધનો વડે આગને કાબુ કરવાનો પ્રયાસ કર્યો હતો. ધટનાની જાણ થતાં ખેરગામ પોલીસ મામલતદાર જીતેન્દ્રભાઈ સોલંકી અને તાલુકા વિકાસ અધિકારી રાહુલ પટેલ સહિત પીએસઆઈ એસ.એસ. માલ અને પોલીસ જવાનો તત્કાલ ધોરણે ઘટના સ્થળે દોડતા થયાં હતા. આગ પર કાબુ મેળવવા માટે બીલીમોરા, ધરમપુર અને વલસાડના ફાયર ફાઇટરને જાણ કરતા તેઓ સ્થળ પર પહોંચે એ પહેલાં ઘરના રાખેલ બે ગેસના સિલિન્ડર ફાટતાં નાસભાગ મચી જવા પામી હતી આગમાં ઘરમાં રાખેલ ફ્રીઝ, ટીવી,પંખા, પલંગ, ભાત, કબાટમાં મૂકેલા કેટલીક રોકડ રકમ તેમજ અન્ય ઘર વખરી સહિત નો સરસામાન બળીને ખાક થઈ જવા પામ્યો હતો.

ઘટનાને પગલે ખેરગામ ગ્રામપંચાયત ના તલાટી કમ મંત્રી તેમજ સરપંચ સહિતનો સ્ટાફ સ્થળ પર આવી પહોંચી પંચક્યાસની કામગીરી હાથ ધરી હતી.પરિવાર સમય સુચકતા વાપરી ઘરની બહાર નીકળી જતાં એમનો આબાદ બચાવ થયો હતો સાથે જ પશુઓને પણ છોડી મુક્ત તેઓનો પણ જીવ બચી જવા પામ્યો હતો.

 આગનું કારણ: અચાનક આવેલ હાઈ વોલ્ટેજ પાવરના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જમવા મળ્યું છે.