ખેરગામ: આજરોજ ખેરગામ હાલમાં જ ત્રણ આગની ઘટનાઓ બની ચુકી છે ત્યારે તાલુકા ખાતે ફાયરબ્રિગેડની સુવિધા ઉપલબ્ધ બની રહે અને લોકોની સંપત્તિનું થતું પારાવાર નુકશાન ન થાય આ બાબતે અંગે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરવામાં આવી હતી.

જુઓ વીડિઓમાં…

કલ્પેશભાઈનું કહેવું છે કે ખેરગામના મામલતદાર સાહેબશ્રી દ્વારા આદિવાસી આગેવાનો ખુબ જ સન્માન આપી અંદર બોલાવ્યા હતા ત્યારે ખુબ જ આનંદની લાગણીનો અનુભવ થયો કારણ કે અમને અનુભવ છે કે અમુક આપણા આદીવાસી અધિકારીઓ તો આપણા આદીવાસી જાતિના દાખલાના આધારે જે ખુરસી પર બેઠા છે. અને આપણા ગરીબ આદીવાસીઓ કંઈક રજૂઆત કરવા જાય તો એ સાંભળવાનો પણ એમની પાસે ટાઈમ નથી હોતો, પરંતુ ખેરગામ મામલતદારશ્રીએ આવેલ આગેવાનોની રજૂઆત સાંભળી અને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી આનું નિરાકરણ કરવાની વાત કરી હતી.

આજે વાતની રજૂઆત ખેરગામ તાલુકાના TDO સાહેબશ્રીને કરવા ગયા તો ત્યાં એમના સ્ટાફ દ્વારા કહેવામાં આવે છે કે TDO સાહેબ તો નથી અને બીજી જ મિનિટે જે સાહેબ નથી એવુ કહેવા વાળો વ્યક્તિ ઓફિસનું કામ કાજ લઈને TDO સાહેબની ઓફીસમાં હતો. મને લાગે છે કે કદાચ એ ભાઈ થી ભૂલમાં કેવાઈ ગયું હશે કા તો કદાચ આજ રીતે ગરીબ આદીવાસીઓ આવે તો એમને કહી દેવામાં આવતું હશે.. કે સાહેબ નથી. આ પ્રસંગે ડૉ. નીરવ પટેલ, ડૉ. કૃણાલ પટેલ, ડૉ.દિવ્યાગી પટેલ, ચિંતુંબાનો છાંયડો હોસ્પિટલ ખેરગામ, વાડ રૂઢિગામ સભાના અધ્યક્ષ ઉમેશભાઈ, ઉપાધ્યક્ષ મીનટેષ ભાઈ, હિરેનભાઈ પીઠા, રિટાયર્ડ ફોજી મુકેશભાઈ હાજર રહ્યા હતા.