કપરાડા: આજરોજ સુખાલા તા. કપરાડા, જિ. વલસાડમાં ગોઇમા હાઈ પાવર સ્ટેશનના વિરોધમાં અને ખેડૂતો બચાવો, ગામડાઓ બચાવો અને આદિવાસીઓના અસ્તિત્વ માટે જાહેર સભા યોજાઈ જેમાં અનંત પટેલના નેતૃત્વમાં 28-04- 2022ના રોજ પારડી મામલતદારનો ઘેરાવો સાથે આવેદનપત્ર વિષે ચર્ચા કરવામાં આવી હતી.

સુખાલા જાહેર સભામાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઇ બી.પટેલ અને વલસાડ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ પ્રકાશભાઈ પટેલની ખાસ હાજરીમાં સુખાલા, તા.કપરાડા, રાધાકૃષ્ણ મંદિરની બાજુમાં જાહેર સભા યોજાઇ, જેમાં સંકલ્પ સાથે આદિવાસીઓના પડકાર અને અસ્તિત્વ કામે સંકલ્પ લેવામાં આવ્યો.

આ પ્રસંગે તરમાલીયા,બરઈ, સુખાલા,અંભેટી,ખાતે મિટિંગમાં સિનિયર આગેવાન જે.કે.પટેલ ગોઈમા, સિનિયર આગેવાન ખેરલાવના માજી સરપંચશ્રી સુરેશભાઈ પટેલ, અંભેટીના સરપંચશ્રી યોગેશભાઈ પટેલ, બરઈના સરપંચશ્રી અશોકભાઈ પટેલ, બરઈના સિનિયર આગેવાન બાબુભાઇ પટેલ, ગોઈમાના સિનિયર કોળી આગેવાન બીપીન ભાઈ પટેલ, જિલ્લા યુથના ઉપપ્રમુખ રવિભાઈ પટેલ, તરમાલીયાના આગેવાન ગણેશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ તરમાલીયા, ઋષિકેશભાઈ પટેલ તરમાલીયા, સુખાલા ગ્રામ પંચાયતના સદસ્ય દિનેશભાઈ પટેલ, અગ્રણી આગેવાન છનાભાઇ સુખાલા, વરિષ્ઠ આગેવાન લાહનુભાઈ સુખાલા, અંભેટી સાદડવેર યુથના આગેવાન સુભાષભાઈ પટેલ, ગોઈમા આગેવાન સુરેશભાઈ, ગોઈમા ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, યોગેશભાઈ ગોઈમા,મહેશભાઈ યુથ આગેવાન સુખાલા, ઉત્તમભાઈ આગેવાન સુખાલા, યોગેશભાઈ સુખાલા, ફુલજીભાઈ આગેવાન સુખાલા, ચંપકભાઈ આગેવાન સુખાલા, તથા સુખાલા યુથના મોટી સંખ્યામાં યુવાનો, મોટી સંખ્યામાં મહિલાઓ,વિશાળ સંખ્યામાં યુવાનો અને ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.