કપરાડા: આદિવાસી વિસ્તારોમાં જે વિકાસના કામો થાય છે તેમાં લાલચુ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર દ્વારા કેવો વેઠ ઉતારવામાં આવે છે તેના દ્રશ્યો તમે કપરાડાના વરવઠ ગામના બળદેવી ફળીયામાં પ્રધાનમંત્રી સડક યોજનામાંથી હાલમાં જ બનાવેલા નવો રસ્તો સ્થિતિ લાગવી શકો છો.
Decision Newsને લોકો પાસેથી મળેલી માહિતી મુજબ વરવઠ ઠી સિલધાને જોડતા નવા બનાવેલા રસ્તા પર ખાડા પડી ગયા હોવાના કારણે લોકોને વાહન ચલાવવામાં ખુબ જ મુશ્કેલી ઉભી થઇ રહી છે. તંત્રને ઘણી ફરિયાદ કરી પણ સ્થાનિક તંત્ર પણ આંખ આડા કાન કરીને બેઠું છે કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો અમોને કોઈ ફર્ક પડશે નહી તો.. શું વિકાસની રાહે ચાલતી સરકાર આવા લાલચુ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને કોઈ સજા ન આપી શકે આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને શેનું ગુમાન છે..
ગામના લોકો રાજુવાતને લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના હોદેદારોને પણ વાત કરી ચૂકયા છે પણ પરિણામ હજુ સુધી આવ્યું નથી. શું અમે ગ્રામજનો ભારતના નાગરિક નથી ? શું આ ગુજરાત સરકાર અમારી નથી વગેરે લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. હવે આ ગામના રસ્તાની કામગીરી ક્યારે ચાલુ થાય એ જોયું રહ્યું.

