ડાંગ: પ્રધાનમંત્રી ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે ત્યારે ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં હજુ સુધી ગુજરાત સરકાર નેટવર્કની સમસ્યા હજુ પણ દુર કરી શકી નથી આજે લોકો નેટવર્કના લીધે ખરેખર હેરાનગતિ ભોગવી રહ્યા છે જેના અનુસંધાને આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લામાં ડિજિટલ ઇન્ડિયાની વાતો ઉડાવ લાગી રહી છે ડાંગના ગામડાઓમાં નેટવર્ક ને લઈને લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આજે દરેક કામો સરકાર ઓનલાઈન કરે છે પણ ડાંગમાં તો ન 2G છે ન 3G નેટવર્ક છે અહીના વિધાર્થીઓ ઓનલાઇન શિક્ષણ પણ મેળવી શકતા નથી ત્યારે આ બાબતે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને આ લોકોની માંગણી ઝડપથી પૂરી કરવામાં આવે એવી અરજ છે.

આ બાબતે ધ્યાન દોરવા આમ આદમી પાર્ટીના સોશ્યિલ મીડિયા ઇન્ચાર્જ મનોજભાઈ ડી. પવાર દ્વારા આજરોજ કલેકટર સાહેબશ્રીને આવેદન આપવામાં આવ્યું હતું.