ધરમપુર: આજરોજ ગુજરાત સરકારની ન્યુ પેટર્ન યોજના અંતર્ગત ગ્રામસેવા સભા ધરમપુર દ્વારા સંચાલિત  ધરમપુર વનસેવા મહાવિદ્યાલય બીલપુડીના મકાનોનું ખાર્તમૂહર્ત ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવ્યું હતું.

જુઓ વિડીયો..

ઉલ્લેખનીય છે કે આ વિદ્યાલયના મકાનો ખુબ જ જર્જરિત અવસ્થામાં હતા અને કોલેજના વિધાર્થીઓ દ્વારા આ માટે આંદોલનો પણ કરાયા હતા ત્યાર બાદ મીડિયાના માધ્યમથી સરકારનું ધ્યાન દોરાયું અને સરકાર દ્વારા વનસેવા મહાવિદ્યાલય બીલપુડીમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓના શિક્ષણના ઉજ્જવળ બને એવા ઉદ્દેશ સાથે આજરોજ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષપણા હેઠળ નવા મકાનોનું ખાર્તમૂહર્ત કરાયું હતું.

આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, સંસ્થાના કર્તાહરતા માધુભાઈ રાવુત, હેમંતભાઈ કંસારા, મહેન્દ્રભાઈ ચૌધરી, શ્રીમતી લીલાબેન સી. પઢેર, ગ્રામજનો અને વનસેવા મહાવિદ્યાલય બીલપુડીમાં અભ્યાસ કરતા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.