ચીખલી: ગઈકાલ રાત્રી દરમિયાન ચીખલી તાલુકાના ખુડવેલ ગામે પાર તાપી રિવર લીંક યોજનાના વિરુદ્ધમાં મિટિંગ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાર તાપી રિવર લીંક યોજનાના વિરોધમાં હવે કેવી રીતે આગળ વધવાનું છે એ અંગે માહિતી ઉપસ્થિત લોકોને અપાઈ હતી.

આ કાર્યક્રમમાં મુખ્યત્વે 26/04/2022 એ પાર તાપી રિવર લીંક યોજનાના વિરુદ્ધમાં જે મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે ત્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજને સાથ આપવા મોટી સંખ્યામાં આદિવાસી લોકો જોડાય તે બાબતની અને અગામી આયોજનો વિષે ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મહારૂઢિ ગામ સભાના અધ્યક્ષ રમેશભાઈ, વાંસદા અને ચીખલીના આદિવાસી ધારાસભ્યશ્રી અનંત પટેલ, સરપંચશ્રીઓ, માજી સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ અને સમાજની હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતા