કપરાડા: લોકોના ટેક્સથી પોતાનું પેટ ભરનારા સરકારી અધિકારીઓ હવે લોકો પર જ હવે રોફ જમાવતા હોય એવો કિસ્સો કપરાડાના ગિરનારા બરડા ફળીયામાંથી ગતરોજ સામે આવ્યો છે છેલ્લા છ વર્ષથી રેહતા લક્ષ્મણભાઈ કાકડભાઈ રાઉતના ગરીબ પરિવારને અચાનક ઘરની જગ્યા ખાલી કરવા માટે સરકારી અધિકારી દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે.
જુઓ વિડીયો
Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડાના ગિરનારા બરડા ફળીયામાં લક્ષ્મણભાઈ કાકડભાઈ રાઉતનો ગરીબ પરિવાર છેલ્લા ઘણા વર્ષથી રહે છે તેઓ સરકારી ધારાધોરણ મુજબ ઘર વેરો પણ ભરે છે. તેમના ઘર નજીક સરકારી દવાખાનું આવેલ છે આ દવાખાનાની કેમ્પસ બહાર લક્ષ્મણભાઈનું ઘર હોવા છતાં કપરાડાના સર્કલ અધિકારી અમિત સોંલકી દ્વારા પરિવારને ધમકી આપવામાં આવી છે કે જો તમે ઝડપથી તમારું ઘર ખાલી ન કરો તો જીસીબી લાવીને તમારું ઘર ઉખેડી નાખીશ. આ પ્રકારની જે અધિકારી લુખ્ખી દાદાગીરી કરી આ બિચારા ગરીબ પરિવારને રંજાડી રહ્યો છે. આવી સ્થિતિમાં આ પરિવાર નિરાધાર બન્યું છે.
આ બાબતે સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ કપરાડાના પ્રમુખ જયેન્દ્ર ગાવિત Decision News સાથે વાત કરતા જણાવે છે કે અધિકારી જે રીતે લુખ્ખી દાદાગીરી કરી આ બિચારા ગરીબ પરિવાર રંજાડી રહ્યો છે એને આદિવાસી સમાજ ક્યારેય માફ નહિ કરી અને જો આ અધિકારી પોતાની મર્યાદામાં ન રેહશે તો આવનારા દિવસોમાં આદિવાસી સમાજ રસ્તા પર ઉતારી આ અધિકારી વિરુદ્ધ હુરયો બોલાવશે એ નક્કી છે. આવનારા સમયમાં આ અધકારી વિરુદ્ધ તંત્ર શું પગલા લે છે ? તે જોવું રહ્યું.. અને આ પરિવારને ન્યાય મળે ત્યાં સુધી આદિવાસી સમાજ આ પરિવારને પડખે રેહશે.











