ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના રાનકુવા ગામના ઘેરિયા સર્કલ પર દુકાનની જાહેરાત, વિવિધ પ્રકારના ધંધા રોજગારની એડ, ધાર્મિક પાટોત્સવ, કથા અને પક્ષ પાર્ટીના અસંખ્ય ધ્વજ, બેનરો લગાવેલ હતા અને જે લગાવેલ બેનારની દોરીઓ તૂટી જતાં ચોવીસો કલાક ઘેરીયા સર્કલ પરથી પસાર થતા વાહનો માટે જોખમકારક સાબિત થાય એમ હતું.

આ બાબતે થોડા જ દિવસો પહેલાં Decision news દ્વારા રાનકુવા ગ્રપંચાયતના સરપંચશ્રી અરવિંદભાઈને ધ્યાન દોર્યું હતું અને સરપંચશ્રી અરવિંદભાઈએ ગ્રામપંચાયતમાં આ બાબતની કમિટી સાથે ચર્ચા વિચારણા કરી ધ્યાને દોરેલી વાત સુલેહનીય સમજીને કોઇપણ પ્રકારના બેનરો હોય ઉતારી લેવાનો નિર્ણય કર્યો હતો. અને ગણત્રીના કલાકોમાં ઘેરીયા સર્કલ પરથી બેનરને ઉતારી લેવામાં આવ્યા છે

Decision News સાથે સરપંચશ્રી અને રાનકુવા ગામના જાગૃત વડીલ સુરેશભાઈ વાત કરતા જણાવે છે કે ગ્રામ પંચાયતની કમિટીએ નક્કી કર્યું કે ઘેરીયા સર્કલ પર હવે પછી કોઈ પણ પ્રકારના બેનર કે વાવટા લગાવવામાં આવશે તો શિક્ષાત્મક પગલાં ભરી યોગ્ય દંડ વસૂલવામાં આવશે. જેની નોંધ લેવી. આ સરાહનીય કામના નિર્ણયને અને સરપંચ રાનકુવા ગ્રામજનોએ બિરદાવ્યો હતા.